Canada PM જસ્ટિન ટ્રુડોએ કરી છૂટાછેડાની જાહેરાત, 18 વર્ષ બાદ બંને થશે અલગ
Canada PM: કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં લગ્નના 18 વર્ષ પછી તેમની પત્ની સોફીથી અલગ થવાની જાહેરાત કરી હતી.
Trending Photos
Justin Trudeau Divorce: કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોએ 18 વર્ષ બાદ પત્ની સોફીથી અલગ થવાની જાહેરાત કરી છે. કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ બુધવારે કહ્યું કે તેઓ અને તેમની પત્ની સોફી અલગ થઈ રહ્યા છે.
જસ્ટિન ટ્રુડો અને સોફીએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરેલા નિવેદનમાં જણાવ્યું હતું કે તેઓએ લાંબી વાતચીત બાદ અલગ થવાનો નિર્ણય કર્યો છે. આ સિવાય વડાપ્રધાન કાર્યાલય તરફથી એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બંનેએ લીગલ સેપરેશન એગ્રીમેંટ પર હસ્તાક્ષર કર્યા છે.
બંનેના લગ્ન 2005માં થયા હતા
બંનેના લગ્ન વર્ષ 2005માં થયા હતા. 48 વર્ષની સોફી ગ્રેગોઇર ટ્રુડો ક્વિબેકમાં ટેલિવિઝન રિપોર્ટર પણ રહી ચૂકી છે. તેણે 51 વર્ષીય જસ્ટિન ટ્રુડો સાથે ત્રણ ચૂંટણીઓ માટે પ્રચાર પણ કર્યો છે. તેણીની ઘણી વખત મહિલાઓના અધિકારો અને માનસિક સ્વાસ્થ્યના મુદ્દાઓની હિમાયત કરતી જોવા મળી છે.
બાળકો માટે ફેમિલી હોલિડે પર જશે બંને
બંનેને ત્રણ બાળકો છે - 15 વર્ષીય જેવિયર, 14 વર્ષીય એલા-ગ્રેસ અને 9 વર્ષીય હેડ્રિયન. અલગ થવાને લઈને જારી કરાયેલા નિવેદનમાં તેણે એ વાતનો પણ ઉલ્લેખ કર્યો છે કે તે પોતાના બાળકો માટે એક પરિવારની જેમ જ રહેશે. બંને બાળકોને સલામત અને પ્રેમાળ વાતાવરણમાં ઉછેરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. આવતા સપ્તાહથી તે બાળકો સાથે ફેમિલી હોલિડે પર જશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે