બ્રિટન: સામાન્ય ચૂંટણીમાં કન્ઝર્વેટિવ પાર્ટીની ઐતિહાસિક જીત, લેબર પાર્ટીનું ધોવાણ

બ્રિટન (Britain) ની સામાન્ય ચૂંટણીમાં કન્ઝર્વેટિવ પાર્ટી ( Conservative Party) ની શાનદાર જીત થઈ છે. પાર્ટીએ બહુમતના જાદુઈ આંકડા 326ને પાર કરી લીધો છે. 1980ના દાયકામાં માર્ગારેટ થેચરના દૌર બાદ કન્ઝર્વેટિવ પાર્ટીની આ સૌથી મોટી જીત ગણાઈ રહી છે. હાઉસ ઓફ કોમન્સની કુલ 650 બેઠકોમાંથી 649 બેઠકોના પરિણામ જાહેર થયા છે. જેમાં બોરિસ જ્હોન્સન (Boris Johnson) ની કન્ઝર્વેટિવ પાર્ટીને 364  બેઠકો પર જીત મળી ગઈ છે. જ્યારે લેબર પાર્ટીના ફાળે 203 બેઠકો ગઈ છે. 

બ્રિટન: સામાન્ય ચૂંટણીમાં કન્ઝર્વેટિવ પાર્ટીની ઐતિહાસિક જીત, લેબર પાર્ટીનું ધોવાણ

લંડન: બ્રિટન (Britain) ની સામાન્ય ચૂંટણીમાં કન્ઝર્વેટિવ પાર્ટી ( Conservative Party) ની શાનદાર જીત થઈ છે. પાર્ટીએ બહુમતના જાદુઈ આંકડા 326ને પાર કરી લીધો છે. 1980ના દાયકામાં માર્ગારેટ થેચરના દૌર બાદ કન્ઝર્વેટિવ પાર્ટીની આ સૌથી મોટી જીત ગણાઈ રહી છે. હાઉસ ઓફ કોમન્સની કુલ 650 બેઠકોમાંથી 649 બેઠકોના પરિણામ જાહેર થયા છે. જેમાં બોરિસ જ્હોન્સન (Boris Johnson) ની કન્ઝર્વેટિવ પાર્ટીને 364  બેઠકો પર જીત મળી ગઈ છે. જ્યારે લેબર પાર્ટીના ફાળે 203 બેઠકો ગઈ છે. 

મુખ્ય વિપક્ષી પાર્ટી લેબર પાર્ટી (Labour Party) ના નેતા જેરેમી કોર્બિને પોતાની હાર સ્વીકારીને જાહેરાત કરી કે તેઓ આગામી ચૂંટણીમાં પાર્ટીનું નેતૃત્વ કરશે નહીં. લેબર પાર્ટી 1935  બાદ અત્યાર સુધીની સૌથી ખરાબ હાર તરફ આગળ વધી રહી છે. બીજી બાજુ કન્ઝર્વેટિવ પાર્ટી 1987 બાદ પોતાની સૌથી મોટી જીત તરફ આગળ વધી રહી છે. 2017ના ગત ચૂંટણીમાં કન્ઝર્વેટિવ પાર્ટીને 318 બેઠકો પર જીત મળી હતી. જ્યારે લેબર પાર્ટીને 262 બેઠકો મળી હતી. 

અક્સબ્રિજ અને સાઉથરાઈસ્લિપમાં સરળતાથી ચૂંટાઈ આવ્યાં બાદ પરિણામોથી ખુશખુશાલ જ્હોન્સને કહ્યું કે એવું લાગે છે કે જાણે કન્ઝર્વેટિવ સરકારને બ્રેક્ઝિટ લાગુ કરાવવા માટે એક શક્તિશાળી જનાદેશ મળ્યો છે. 

વડાપ્રધાને કહ્યું કે તેમની પાર્ટીની જીત બ્રિટિશ લોકોની લોકતાંત્રિક ઈચ્છાનું સન્માન કરવા, આ દેશને વધુ સારો બનાવવા અને આ  દેશના તમામ લોકોની ક્ષમતાને ઉજાગર કરવાની તક પ્રદાન કરશે. 

પીએમ મોદીએ જ્હોન્સનને પાઠવી શુભેચ્છા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) એ ચૂંટણીમાં જીત મેળવનારા બોરિસ જ્હોન્સનને શુભેચ્છા પાઠવી છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે "પીએમ બોરિસ જ્હોન્સનને પ્રચંડ બહુમતની સાથે સત્તામાં પાછા ફરવા બદલ ખુબ ખુબ શુભેચ્છાઓ. મારી તેમને શુભકામનાઓ. હું ભારત-બ્રિટનના નીકટના સંબંધો માટે સાથે મળીને કામ કરવાની કામના કરું છું." 

કાશ્મીર પણ હતો એક મુદ્દો
ચૂંટણી અગાઉના બીબીસીના એક અહેવાલ મુજબ માનચેસ્ટરમાં ભારતીય સમુદાય સાથે જોડાયેલા સંગઠન ઈન્ડિયન એસોસિએશનના પૂર્વ અધ્યક્ષ જગત સિંહ ભારતથી આવેલા લોકોની બીજી પેઢીમાંથી એક છે. તેઓ આમ તો હંમેશાથી લેબર પાર્ટીને મત આપતા હતાં પરંતુ આ વખતે તેમને ડર હતો કે ભારતીયો કન્ઝર્વેટિવ પાર્ટીને મત આપશે. 

આ ઉપરાંત બ્રેડફર્ડના રાકેશ શર્મા તથા બીજા અનેક ભારતીયોની જેમ જ લેબર પાર્ટીથી નારાજ જોવા મળ્યા હતાં. જેનું કારણ હતું લેબર પાર્ટીનું કાશ્મીર પર સ્ટેન્ડ. બીબીસી સાથે વાત કરતા રાકેશ શર્માએ કહ્યું હતું કે "અહીંના મોટા ભાગના સાંસદ પાકિસ્તાની મૂળના છે અને  લેબર પાર્ટીના છે. આ લોકોનું કહેવું છે કે ભારતે જે કલમ 370 હટાવી તે ગેરકાયદે છે. ભારતીયોના વિચાર છે કે લેબર પાર્ટી મુસ્લિમો પ્રત્યે વધુ ઢળેલી છે અને તે ભારતીયોના પક્ષમાં નથી."

જુઓ LIVE TV

લેબર પાર્ટીએ કાશ્મીરમાં કથિત રીતે માનવાધિકારની બહાલીને લઈને એક પ્રસ્તાવ પણ પાસ કર્યો હતો. ત્યારબાદ પાર્ટીએ પોતાના ચૂંટણી ઢંઢેરામાં કાશ્મીર પર 'વધુ હસ્તક્ષેપ કરનારી' નીતિનું વચન પણ આપ્યું હતું. પાર્ટીની આ કાશ્મીર નીતિએ ભારતીય હિન્દુઓને પાર્ટીથી દૂર કર્યાં છે. એવા બીજા હતાં મુકેશ ચાવલા જે પહેલા લેબર સમર્થક હતાં પરંતુ હવે કન્ઝર્વેટિવ પાર્ટીના સમર્થક. 

બીબીસી સાથે વાત કરતા તેમણે પણ કહ્યું હતું કે "વિપક્ષના નેતા અને લેબર પાર્ટીના સાંસદ જેરેમી કોર્બિને કલમ 370 હટાવવાનો વિરોધ કર્યો હતો. આ જ કારણે ભારતીય સમુદાયે સત્તાધારી કન્ઝર્વેટિવ પાર્ટીનું સમર્થન કરવાનું શરૂ કરી દીધુ." બીજી બાજુ કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા બોરિસ જ્હોન્સને સસંદમાં સ્પષ્ટપણે કહ્યું હતું કે કાશ્મીર ભારતનો આંતરિક મામલો છે અને તેમાં હસ્તક્ષેપ કરવો જોઈએ નહીં. આથી અમે બધા તેમના સમર્થક થઈ ગયા છીએ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news