અજબ-ગજબ: આ મંદિરમાં દર્શન કરવાથી નેપાળના રાજવી પરિવારના લોકોનું થઈ જશે મોત! જાણો શું છે તેના પાછળનું રહસ્ય?

આ પ્રખ્યાત મંદિર નેપાળની રાજધાની કાઠમંડુથી 8 કિલોમીટરના અંતરે આવેલું છે. શિવપુરી ટેકરીની વચ્ચે આવેલું આ ભગવાન વિષ્ણુનું મંદિર છે અને તેનું નામ બુદાનીકંથા છે. આ પ્રાચીન મંદિર તેની સુંદરતા અને અજાયબીઓ માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે.

અજબ-ગજબ: આ મંદિરમાં દર્શન કરવાથી નેપાળના રાજવી પરિવારના લોકોનું થઈ જશે મોત! જાણો શું છે તેના પાછળનું રહસ્ય?

નવી દિલ્હી: ભારત સિવાય વિશ્વના ઘણા દેશોમાં પ્રખ્યાત હિન્દુ મંદિરો છે. પાડોશી દેશ નેપાળમાં પણ ઘણા પ્રાચીન અને પ્રસિદ્ધ મંદિરો છે, જ્યાં દર વર્ષે હજારો ભારતીયો દર્શન માટે આવે છે. અહીંના મંદિરોમાં એક અત્યંત રહસ્યમય મંદિર છે. આ મંદિરમાં કોઈપણ સામાન્ય નાગરિક પૂજા કરી શકે છે, પરંતુ નેપાળના રાજવી પરિવારના લોકો આ મંદિરમાં પૂજા કરી શકતા નથી. આવો જાણીએ આ રહસ્યમય મંદિર વિશે...

આ પ્રખ્યાત મંદિર નેપાળની રાજધાની કાઠમંડુથી 8 કિલોમીટરના અંતરે આવેલું છે. શિવપુરી ટેકરીની વચ્ચે આવેલું આ ભગવાન વિષ્ણુનું મંદિર છે અને તેનું નામ બુદાનીકંથા છે. આ પ્રાચીન મંદિર તેની સુંદરતા અને અજાયબીઓ માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. કહેવાય છે કે આ મંદિર રાજવી પરિવાર માટે શાપિત છે. બુદાનીકંથા મંદિરમાં રાજવી પરિવારના લોકો શ્રાપના ડરથી દર્શન કરવા પણ જઈ શકતા નથી.

No description available.

કહેવામાં આવે છે કે, રાજ પરિવારનો કોઈપણ સભ્ય આ મંદિરમાં ભગવાન વિષ્ણુની સ્થાપિત મૂર્તિના દર્શન કરે છે, તો તેનુ મૃત્યુ નીપજે છે. કારણ કે રાજપરિવારને આવો શ્રાપ મળ્યો છે. આ કારણે રાજ પરિવારના લોકો આ મંદિરમાં પૂજા-પાઠ કરવા નથી આવતા. રાજપરિવાર માટે મંદિરમાં આ જ પ્રકારની અન્ય એક મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે, જેની તેઓ પૂજા કરી શકે.

બુદાનીકંથા મંદિરમાં, ભગવાન વિષ્ણુ પાણીના કુંડમાં 11 સાપની પર સૂતા હોય તેવી મુદ્રામાં બેઠા છે. ભગવાન વિષ્ણુની આ કાળા રંગની મૂર્તિ નાગોની સર્પાકાર કુંડળી પર સ્થિત છે. એક પ્રચલિત દંતકથા અનુસાર, એક વખત આ જગ્યાએ એક ખેડૂત કામ કરતો હતો. આ દરમિયાન ખેડૂતને આ મૂર્તિ મળી હતી. 13 મીટર લાંબા તળાવમાંથી મળી આવેલી ભગવાન વિષ્ણુની મૂર્તિ પાંચ મીટરની છે. સર્પોનું માથું ભગવાન વિષ્ણુની છત્રના રૂપમાં સ્થિત છે.

No description available.

આ મંદિરમાં ભગવાન વિષ્ણુ ઉપરાંત ભગવાન શંકરની મૂર્તિ પણ સ્થાપિત છે. દંતકથા અનુસાર, જ્યારે સમુદ્ર મંથન દરમિયાન ઝેર બહાર આવ્યું ત્યારે ભગવાન શિવે બ્રહ્માંડને બચાવવા માટે તે ઝેર પી લીધું હતું. આ પછી ભગવાન શિવનું ગળું બળવા લાગ્યું, તેથી આ બળતરાને નષ્ટ કરવા માટે, તેમણે ત્રિશૂળથી પર્વત પર પ્રહાર કર્યો અને પાણી બહાર કાઢ્યું અને આ પાણી પીને તેમણે પોતાની તરસ છીપાવી અને ગળાની બળતરાને શાંત કરી. શિવના ત્રિશૂળમાંથી જે પાણી નીકળ્યું તે તળાવ બની ગયું. હવે એ જ તળાવ કલિયુગમાં ગોસાઈકુંડના નામે ઓળખાય છે.

No description available.

બુદાનીકંથા મંદિરમાં આવેલા તળાવના પાણીનો સ્ત્રોત રૂપે આ કુંડ બનાવાયો છે. આ મંદિરમાં દર વર્ષે ઓગસ્ટ મહિનામાં શિવ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. એવું કહેવાય છે કે આ સમય દરમિયાન આ તળાવના તળિયે ભગવાન શિવની છબી દેખાય છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news