Afghanistan: નાગરિકોને લેવા કાબુલ પહોંચેલું યુક્રેનનું વિમાન હાઈજેક, ઈરાન લઈ જવાયું હોવાનો દાવો
તાલિબાન સંકટ વચ્ચે યુક્રેનના ડેપ્યુટી વિદેશમંત્રીના એક દાવાથી દુનિયામાં સન્નાટો પ્રસરી ગયો. તેમણે દાવો કર્યો કે તેમનું એક વિમાન અફઘાનિસ્તાનમાં હાઈજેક થયું છે.
Trending Photos
નવી દિલ્હી: તાલિબાન સંકટ વચ્ચે યુક્રેનના ડેપ્યુટી વિદેશમંત્રીના એક દાવાથી દુનિયામાં સન્નાટો પ્રસરી ગયો. તેમણે દાવો કર્યો કે તેમનું એક વિમાન અફઘાનિસ્તાનમાં હાઈજેક થયું છે. આ વિમાન યુક્રેનના નાગરિકોને કાબુલથી રેસ્ક્યૂ કરવા માટે પહોંચ્યું હતું. તેમણે એમ પણ કહ્યું કે વિમાનને ઈરાન લઈ જવાયું છે. આ જાણકારી યુક્રેનના નાયબ વિદેશમંત્રી યેવગેની યેનિન(Yevgeny Yenin)એ આપી અને કહ્યું કે યુક્રેનનું વિમાન પોતાના નાગરિકોને બહાર કાઢવા માટે કાબુલ પહોંચ્યું હતું, જેને અજાણ્યા લોકોએ હાઈજેક કર્યું છે. અત્રે જણાવવાનું કે આ સમાચાર એવા સમયે આવ્યા છે કે જ્યારે દુનિયાભરના દેશો અફઘાનિસ્તાનમાંથી પોતાના લોકોને સુરક્ષિત બહાર કાઢવા માટે આકાશ પાતાળ એક કરી રહ્યા છે.
હાઈજેક બાદ ઈરાન લઈ ગયું હોવાનો દાવો
યુક્રેનના નાયબ વિદેશમંત્રી યેવગેની યેનિને દાવો કર્યો કે યુક્રેનનું આ વિમાન રવિવારે હાઈજેક કરાયું હતું, જેને કેટલાક અજાણ્યા લોકોએ પોતાના કબજામાં લીધુ હતું. ત્યારબાદ મંગળવારે આ વિમાનને ઈરાન લઈ જવાયું છે. જેમાં અજાણ્યા લોકો સવાર છે. તેમણે જણાવ્યું કે એટલું જ નહીં અમારા નાગરિકોની નિકાસીનો પ્લાન પણ સફળ થઈ શક્યો નહીં કારણ કે અમારા લોકો એરપોર્ટ સુધી પહોંચી શક્યા નહતા.
હથિયારોથી લેસ હતા અપહરણકારો
યુક્રેનના મંત્રી યેવગેની યેનિને જણાવ્યું કે અપહરણકારો હથિયારોથી લેસ હતા. જો કે તેમણે એ જાણકારી નથી આપી કે વિમાનને કોણે હાઈજેક કર્યું અને તેને પાછું લાવવા માટે યુક્રેનની સરકારે શું પગલાં ભર્યા છે. તેમણે એ પણ નથી જણાવ્યું કે યુક્રેની નાગરિકો કાબુલથી પાછા કેવી રીતે આવ્યા.
ઈરાને કર્યો આ દાવો
જો કે ઈરાને અફઘાનિસ્તાનમાં યુક્રેનના વિમાનનું અપહરણની વાતનો ઈન્કાર કર્યો છે.
Kiev denies hijacking any Ukrainian evacuation plane in Afghanistan: Tehran Times quotes Russian media outlet Interfax pic.twitter.com/PB9esSjUO7
— ANI (@ANI) August 24, 2021
અત્યાર સુધીમાં કાબુલથી 83 લોકો યુક્રેન પહોંચ્યા છે
મળતી માહિતી મુજબ રવિવાર સુધીમાં કુલ 83 લોકો કાબુલથી યુક્રેનની રાજધાની કીવ લાવવામાં આવ્યા હતા. જેમા 31 યુક્રેની નાગરિકો સામેલ છે. રાષ્ટ્રપતિ કાર્યાલયે જણાવ્યું કે 12 યુક્રેની સૈન્યકર્મી પાછા ફર્યા છે જ્યારે વિદેશી પત્રકારો અને મદદની અપીલ કરનારી હસ્તીઓને પણ બહાર કઢાઈ છે. કાર્યાલયે એમ પણ જણાવ્યું કે લગભગ 100 યુક્રેનિયન હજુ પણ અફઘાનિસ્તાનમાં ફસાયેલા છે. જેમને કાઢવાની કોશિશ થઈ રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે