અફઘાનિસ્તાનઃ રાષ્ટ્રપતિ અશરફ ગનીની ચૂંટણી રેલીમાં વિસ્ફોટ, 24નાં મોત

રાષ્ટ્રપતિના(President) ચૂંટણી અભિયાનના પ્રવક્તા હામિદ અઝીઝે જણાવ્યું કે, વિસ્ફોટ થયો એ સમયે રાષ્ટ્રપતિ ગમી ઘટનાસ્થળે હાજર હતા, પરંતુ તેમનો આબાદ બચાવ થયો હતો. આ હુમલાની હજુ સુધી કોઈ સંગઠને જવાબદારી લીધી નથી.
 

અફઘાનિસ્તાનઃ રાષ્ટ્રપતિ અશરફ ગનીની ચૂંટણી રેલીમાં વિસ્ફોટ, 24નાં મોત

કાબુલઃ અફઘાનિસ્તાનના(Afghanistan) રાષ્ટ્રપતિ અશરફ ગનીની(President Ashraf Ghani) ચૂંટણી રેલીમાં(Election Rally) થયેલા એક ભીષણ વિસ્ફોટ(Blast)માં 24 લોકોનાં મોત થયાં છે. અફઘાનિસ્તાનના ઉત્તરી રાજ્ય પરવાનમાં થયેલા આ વિસ્ફોટમાં 31 લોકો ઘાયલ થયા છે. અફઘાની અધિકારીઓ અુસાર, આ વિસ્ફોટ એક પોલિસ વાહનમાં રાષ્ટ્રપતિ અશરફ ગનીની રેલીના સ્થળની નજીક થયો હતો. 

રાષ્ટ્રપતિના ચૂંટણી અભિયાનના પ્રવક્તા હામિદ અઝીઝે જણાવ્યું કે, વિસ્ફોટ થયો એ સમયે રાષ્ટ્રપતિ ગમી ઘટનાસ્થળે હાજર હતા, પરંતુ તેમનો આબાદ બચાવ થયો હતો. આ હુમલાની હજુ સુધી કોઈ સંગઠને જવાબદારી લીધી નથી. પરવાન રાજ્યના ગવર્નરના પ્રવક્તા વાહિતા શાહકરે જણાવ્યું કે, વિસ્ફોટ ત્યારે થયો જ્યારે મંગળવારે એક કાર્યક્રમના પ્રવેશ દ્વાર પર રાષ્ટ્રપતિની રેલી ચાલી રહી હતી. 

અફઘાનિસ્તાનમાં આવતા મહિના રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવાની છે. જેના કારણે દેશમાં ચૂંટણી પ્રચાર ચરમસીમાએ છે. ચૂંટણી માટે આયોજિત રેલીઓમાં મોટી સંખ્યામાં લોકો એક્ઠા થતા હોવાના કારણે અફઘાનિસ્તાનમાં સક્રિય આતંકવાદી સંગઠનો તકનો લાભ લઈને આતંકવાદી હુમલા કરી રહ્યા છે. રાષ્ટ્રપતિ અશરફ ગનીએ આ હુમલા વખોડી કાઢ્યો હતો. 

જુઓ LIVE TV...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news