ચોરી કરીને મેળવ્યાં હતાં બગદાદીના અન્ડરવેર, આ રીતે થઈ મૃતદેહની ઓળખ 

અમેરિકી સુરક્ષા દળોએ ઈસ્લામિક સ્ટેટના ચીફ આતંકી અબુ બકર અલ બગદાદીના ગુપ્ત ઠેકાણાની માહિતી આપનારા બાતમીદારે તેના મોત બાદ મૃતદેહના ડીએનએ ટેસ્ટમાં પણ ખુબ મદદ કરી.

ચોરી કરીને મેળવ્યાં હતાં બગદાદીના અન્ડરવેર, આ રીતે થઈ મૃતદેહની ઓળખ 

વોશિંગ્ટન: અમેરિકી સુરક્ષા દળોએ ઈસ્લામિક સ્ટેટના ચીફ આતંકી અબુ બકર અલ બગદાદીના ગુપ્ત ઠેકાણાની માહિતી આપનારા બાતમીદારે તેના મોત બાદ મૃતદેહના ડીએનએ ટેસ્ટમાં પણ ખુબ મદદ કરી. રસપ્રદ વાત એ છે કે મૃતદેહ બગદાદીનો જ છે કે નહીં તે ચોક્કસાઈ મેળવવા માટે બગદાદીના ગંદા અન્ડરવેર સાથે તેને મેચ કરાયો હતો. જેને બાતમીદારે ચોરીને પોતાની પાસે રાખ્યો હતો. તે બાતમીદારે જ અમેરિકી સેનાને દુનિયાના સૌથી ખૂંખાર આતંકીના ગુપ્ત ઠેકાણા વિશે જણાવ્યું હતું. સીરિયાઈ કૂર્દ સંગઠને જણાવ્યું કે તેમણે બગદાદીના નજીકના સર્કલ સુધી પોતાની પહોંચ સ્થાપિત કરી હતી અને એક જાસૂસની મદદથી બગદાદીના અંડરવેરચોરી કરાયા હતાં. તેના ઉપયોગથી જ ડીએનએ ટેસ્ટમાં મદદ મળી અને મૃતદેહની પુષ્ટિ થઈ. 

આ બાતમીદારને અમેરિકાની સેનાની મદદ કરી રહેલા કૂર્દિશ સશસ્ત્ર દળે પોતાની નિગરાણીમાં રાખ્યો હતો. આ બાતમીદારે ઈદલિબમાં સ્થિત બગદાદીના ઠેકાણાનો આખી રૂપરેખા સુરક્ષાદળો સમક્ષ રજુ કરી હતી. એક એક રૂમના લેઆઉટ અંગે જણાવ્યું હતું. શનિવારે સાંજે અમેરિકી સેનાએ ઉત્તર પશ્ચિમી સીરિયાના ઈદલિબ પ્રાંતના બારિશા ગામમાં બગદાદીના ઠેકાણા પર હુમલો કર્યો હતો. 

આ કાર્યવાહીમાં ઘેરાઈ ગયેલા  બગદાદીએ પોતાને વિસ્ફોટક બેલ્ટ બાંધીને ઉડાવી દીધી હતી. તેની સાથે 3 માસૂમ બાળકોના પણ મોત થયાં. ડેઈલી મેલના રિપોર્ટ મુજબ કૂર્દ સંગઠન સીરિયન ડેમોક્રેટિક ફોર્સે જણાવ્યું કે બગદાદીના ઘરની રજેરજની માહિતી આ બાતમીદારે જ જણાવી હતી. 

જુઓ LIVE TV

કુર્દિશ ડેમોક્રેટિક ફોર્સિસના એક સિનિયર અધિકારી પોલાટ કાને જણાવ્યું કે શનિવારે બગદાદીના ઠેકાણા પર થયેલા રેપ બાદ બાતમીદારે અમને તેના ગંદા અંડરવેર આપ્યા હતાં. જેનાથી ડીએનએ ટેસ્ટમાં મદદ મળી અને મૃતદેહની બરાબર ઓળખ થઈ શકી કે અબુ બકર અલ બગદાદી માર્યો ગયો છે. 

એટલું જ નહીં બાતમીદારે અબુ બકર અલ બગદાદીનું બ્લડ સેમ્પલ પણ ઉપલબ્ધ  કરાવ્યું હતું. આ સેમ્પલો દ્વારા જ અમેરિકી ઈન્ટેલિજન્સ અધિકારીઓએ બગદાદીના મૃતદેહની પુષ્ટિ કરી. ટ્રમ્પે પણ બગદાદીના ખાતમામાં મદદ માટે કૂર્દ સંગઠનનો આભાર માન્યો છે. રવિવારે તેમણે  કહ્યું હતું કે કૂર્દ મિલેટ્રી ઓપરેશનમાં સામેલ નહતા પરંતુ તેમણે અમને એવી અનેક મહત્વની જાણકારીઓ આપી જેનાથી ખુબ મદદ મળી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news