Mexico Prison Attack: મેક્સિકન સિટીની જેલ પર હુમલો, 14ના મોત, 24 કેદી ફરાર

mexico prison firing: ચિહુઆહુઆ સ્ટેટ પ્રૉસિક્યૂટરની ઑફિસ તરફથી એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે હુમલા દરમિયાન મોટી સંખ્યામાં બંદૂકધારીઓ સશસ્ત્ર વાહનોનો ઉપયોગ કર્યો હતો. મૃતકોમાં 10 જેલ ગાર્ડ અને સુરક્ષા એજન્ટો સામેલ છે. 

Mexico Prison Attack: મેક્સિકન સિટીની જેલ પર હુમલો, 14ના મોત, 24 કેદી ફરાર

Gunmen Attacked Northern Mexican City: મેક્સિકોની જેલમાં અજાણ્યા બંદૂકધારીઓએ હુમલો કર્યો છે. આ હુમલામાં 14 લોકોના મોત થયા હતા. ન્યૂઝ એજન્સી AFPના જણાવ્યા અનુસાર, રવિવારે ઉત્તરી મેક્સીકન શહેર સિઉદાદ જુઆરેઝની એક જેલમાં અજાણ્યા બંદૂકધારીઓએ હુમલો કર્યો હતો, જેમાં 14 લોકો માર્યા ગયા હતા અને 24 કેદીઓ ભાગી ગયા હતા.

ચિહુઆહુઆ સ્ટેટ પ્રૉસિક્યૂટરની ઑફિસ તરફથી એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે હુમલા દરમિયાન મોટી સંખ્યામાં બંદૂકધારીઓ સશસ્ત્ર વાહનોનો ઉપયોગ કર્યો હતો. મૃતકોમાં 10 જેલ ગાર્ડ અને સુરક્ષા એજન્ટો સામેલ છે. 

મેક્સિકન સિટીની જેલ પર હુમલો
ચિહુઆહુઆ સ્ટેટ પ્રૉસિક્યૂટરની કચેરીએ જણાવ્યું હતું કે બંદૂકધારીઓએ રવિવારે ઉત્તરી મેક્સિકન શહેર સિઉદાદ જુઆરેજની એક જેલમાં 14 લોકોની હત્યા કરી હતી. જ્યારે 24 કેદીઓ ભાગવામાં સફળ થયા . વધુમાં જણાવવામાં આવ્યું કે હુમલાના થોડા સમય પહેલા સશસ્ત્ર માણસોએ બુલેવાર્ડ પાસે નગરપાલિકા પોલીસ પર ગોળીબાર કર્યો હતો. ત્યારબાદ હુમલાખોરોએ જેલની બહાર સુરક્ષા એજન્ટોના અન્ય જૂથ પર ગોળીબાર કર્યો હતો.

ફાયરિંગ પછી અફરા તફરી
મળતી માહિતી અનુસાર કેટલાક કેદીઓના સંબંધીઓ નવા વર્ષ નિમિત્તે તેમને મળવા માટે કેમ્પસની બહાર રાહ જોઈ રહ્યા હતા. તેવામાં બંદૂકધારીઓના ફાયરિંગની ઘટના બાદ જેલ અને તેની આસપાસના વિસ્તારોમાં અફરા-તફરી મચી ગઈ હતી. સ્થાનિક મીડિયાએ અહેવાલ આપ્યો છે કે જેલની અંદર કેટલાક તોફાની કેદીઓએ અનેક વસ્તુઓને આગ લગાવી હતી અને જેલના રક્ષકો સાથે અથડામણ થઈ હતી.. જો કે 24 કેદીઓ કેવી રીતે ભાગી ગયા તે હજુ સુધી જાણવા મળ્યું નથી. હાલ હુમલા પાછળના કારણની તપાસ કરવામાં આવી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news