‘મેં આપકી સેવા મેં આઉ, આઈ લવ યુ....’ પાખંડી પ્રશાંતની મહિલા સાથેની ચેટ વાયરલ
વડોદરાના પાખંડી ધર્મગુરુ પ્રશાંત ઉપાધ્યાય સામે વધુ એક ફરિયાદ નોંધાઈ છે. એક મહિલાએ પાખંડી સામે 11 લાખ રૂપિયા પડાવવાનો અને પતિ સાથે છૂટાછેડા લેવા ભ્રમિત કર્યાનો આરોપ લગાવ્યો છે. તો સાથે જ પાખંડી
પ્રશાંતની એક મહિલા સાથેની ચેટ પણ વાયરલ થઈ છે. મેં આઉ આપકી સેવામે, આઇ લવ યુ... જેવા વાક્યોનો ઉલ્લેખ ચેટમાં કરવામાં આવ્યો છે. ખરેખર પ્રશાંત ઉપાધ્યાય સાથેની ચેટ છે કે નહી તે બાબતે પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસે મહિલાનું નિવેદન લીધું છે. મહિલાએ પ્રશાંત ઉપાધ્યાય સાથે સગાઇ કરી હોવાની પણ વાત ચર્ચાઈ રહી છે. પ્રશાંતે પણ પોલીસને વિવાહ નક્કી થયા હોવાની વાત કરી છે.