કુલભૂષણ કેસનો આજે ચૂકાદો, હેગ સ્થિત આંતરરાષ્ટ્રીય કોર્ટ આપશે ચૂકાદો
ઇન્ટરેનશનલ કોર્ટ (ICJ) આજે પાકિસ્તાનની જેલમાં જાસૂસીના આરોપમાં સજા કાપી રહેલા ભારતીય નાગરીક કુલભૂષણ જાધવ મામલે આજે પોતાનો ચુકાદો આપશે. ભારતીય સમય અનુસાર સાંજે 6 કલાકે કુલભૂષણ મામલે ચૂકાદો આવી શકે છે. પાક. મીડિયા રિપોર્ટ અનુસાર ઇન્ટરનેશનલ કોર્ટમાં જાધવ મામલે સુનાવણી માટે ત્યાં ઘણા કાયદાકીય નિષ્ણાતો પહોંચ્યા છે. મળતા રિપોર્ટ અનુસાર પાકની કાનૂની ટીમનું નેતૃત્વ દેશના મહાન્યાયવાદી મંસૂર ખાન કરશે. ત્યારે આ ટીમની સાથે પાક. વિદેશ વિભાગના પ્રવક્તા મોહમ્મદ ફૈઝલ પણ હેગ પહોંચ્યા છે.