ગુજરાતના 20મા રાજ્યપાલ તરીકે આચાર્ય દેવવ્રત આજે લેશે શપથ

ચીફ જસ્ટિસની અધ્યક્ષતામાં આચાર્ય દેવવ્રત શપથ ગ્રહણ કરશે. આ દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ મંત્રીમંડળ હાજર રહશે. હિમાચલથી આચાર્ય દેવવ્રતને ગુજરાતમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ હિમાચલના પ્રદેશના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને ગુજરાતના રાજ્યપાલ તરીકે નિયુક્ત કર્યાં છે. તો ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી કલરાજ મિશ્રાને હિમાચલ પ્રદેશના રાજ્યપાલ બનાવ્યા છે.

Trending news