અમદાવાદમાં પીજીમાં રહેતા વિદ્યાર્થીઓનો સામે આવ્યો આતંક

અમદાવાદના જગતપુર સ્થિત ગોદરેજ ગાર્ડન સિટીમાં મોડી રાતે પી.જી સ્ટુડન્ટનો આતંક સામે આવ્યો. મધરાતે સેલિબ્રેશન કરતા અટકાવનાર રહીશો સાથે મારામારી કરી હતી. 100 કરતા વધારે સ્ટુડન્ટ્સના ટોળાએ વિડિઓ શૂટિંગ કરનારના મોબાઈલ પણ છીનવી લીધા હતા. બે કલાક કરતા વધારે ચાલેલા વિવાદમાં પોલીસે વિદ્યાર્થીઓ પાસે માફીનામું લખાવ્યું હતું.

Trending news