અમદાવાદ ધોરણ 6માં અભ્યાસ કરતા બાળકનું પડી જવાને કારણે મોત
નરોડાની મ્યુનિસિપલ સ્કૂલમાં ધોરણ 6માં અભ્યાસ કરતા બાળકનું પડી જવાને કારણે મોત થયું છે. આ બાળક જ્યારે રિસેસના સમયે સ્કૂલના મેદાનમાં રમી રહ્યો હતો ત્યારે તે પડી ગયો હતો. ત્યાર બાદ તેને હોસ્પિટલ લઈ જવાયો ત્યારે સારવાર દરમિયાન બાળકનું મોત થયું હતું.