સમાચાર ગુજરાત: ભારતમાં દેખાશે આજે વર્ષ 2019નું અંતિમ સૂર્યગ્રહણ

આજે એટલે કે 26 ડિસેમ્બર 2019ના રોજ વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ (Solar Eclipse) છે. ગ્રહણનો પ્રારંભ ગુજરાતના દ્રારકામાં થઈ ગયો છે. તેની અસર સમગ્ર દુનિયા સહિત ભારતમાં પણ જોવા મળશે. કંકણ સ્વરૂપે તો ભારતમાં ફક્ત દક્ષિણ ભારતના કેટલાક રાજ્યોમાં જ જેમ કે કેરળ, કર્ણાટક, તામિલનાડુમાં જોઈ શકાશે. બાકીના ભારતમાં ખંડગ્રાસ તરીકે જોવા મળશે. તામિલનાડુના મદુરાઈમાં કંકણ સ્વરૂપે સૌથી વધુ જોઈ શકાશે કારણ કે આ ગ્રાસમાન 93.1 ટકા રહેશે. એટલે કે આટલો સૂર્ય ગ્રહણ દરમિયાન ઢંકાયેલો રહેશે. આ સૂર્યગ્રહણને રિંગ ઓફ ફાયરનું નામ અપાયું છે. આમ તો સૂર્યગ્રહણનું પોતાનું ધાર્મિક અને વૈજ્ઞાનિક મહત્વ હોય છે.

Trending news