ગુજરાત બજેટ: રત્નકલાકારો કોઇ જાહેરાત નહી, રત્નકલાકારો રસ્તા પર ઉતરે તેવી શક્યતા
રાજ્ય સરકારનાં બજેટ બાદ રત્ના કલાકાર સંઘમાં અસંતોષ જોવા મળ્યો છે.તેઓ દ્વારા કમિટી સાથે ચર્ચા-વિચારણા કરી અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. સુરત માં હીરા ઉદ્યોગની સ્થિતિ છેલ્લા ત્રણ વર્ષથી કફોડી બનતી જાય છે આ સાથે જે નાના કારખાનાઓ છે તે પણ બંધ થઈ જઈ રહ્યા છે. બીજી તરફ રાજ્ય સરકાર દ્વારા રત્નકલાકારો પાસેથી વ્યક્તિ દીઠ રૂપિયા 200 વ્યવસાય વેરો તરીકે ઉઘરાવવામાં આવી રહ્યા છે જેને કારણે રત્ના કલાકાર સંઘમાં અસંતોષની લાગણી જોવા મળી રહી છે આ અંગે રત્નકલાકાર સંઘ દ્વારા છેલ્લા ચાર બજેટ પૂર્વે નાણામંત્રી તેમજ મુખ્યમંત્રીને વ્યવસાય વેરો નાબૂદ કરવા માટે રજૂઆત પણ કરવામાં આવી હતી..તેમ છતાં તેઓની ઉપેક્ષા કરવામાં આવી રહી છે ત્યારે આજે રજૂ થયેલા બજેટમાં ફરી એક વખત રત્નકલાકારોની ઉપેક્ષા કરવામાં આવતા તમામ લોકોમાં રોષ જોવા મળ્યો હતો. રત્નકલાકાર સંઘના પ્રમુખ જયસુખ ભાઈ ગજેરાએ જણાવ્યું હતું કે દર વર્ષે બજેટમાં રત્નકલાકારો ની ઉપેક્ષા કરવામાં આવી રહી છે રજૂઆત કર્યા બાદ પણ તેઓ માટે કોઈપણ પ્રકારની રાહત આપવામાં આવી રહી નથી .જેને કારણે તેઓ દ્વારા કમિટી ના સભ્યો સાથે મિટિંગ કરી અચોક્કસ મુદતની હડતાળની જાહેરાત કરશે. જ્યાં સુધી તેઓની માંગ નહીં સંતોષાય ત્યાં સુધી તમામ હીરા બજાર મીની બજાર તથા કારખાનો બંધ રાખવામાં આવશે.