ભારે વરસાદના પગલે કરજણ નદીમાં આવ્યા નવા નીર

નર્મદામાં ઉપરવાસમાં આઠ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો.જેને કારણે કરજણ નદીમાં નવા નીર આવ્યા.ડેડીયાપાડા અને સાગબારામાં સતત વરસી રહેલા વરસાદને કારણે કરજણ નદી બે કાંઠે વહેતી થઈ.ત્યારે રાજપીપળા શહેરમાં આવેલા સરકારી ઓવર બ્રિજ પાસે નદીને જોવા માટે લોકોના ટોળે ટોળા ઉમટ્યા.હાલમાં કરજણ નદી પર બ્રિજનું કામ ચાલી રહ્યું છે.પરંતુ નદીમાં આવેલા પૂરને કારણે બ્રિજ પરનું કામ બંધ કરવામાં આવ્યું છે.ત્યારે નદી બે કાંઠે વહેતા ગ્રામજનોમાં આનંદની લાગણી જોવા મળી.

Trending news