વડોદરાના માંડવીના પૌરાણિક મહાકાળી મંદિરમાં ભક્તોની લાગી લાંબી લાઇન

કાળી ચૌદસના પગલે વડોદરાના મંદિરોમાં ભકતોની ભારે ભીડ જામી છે ત્યારે વડોદરાના માંડવી વિસ્તારમાં આવેલા મહાકાળી માતાના મંદિરમાં ભકતો કાળી ચૌદસના દિવસે અનોખી પુજા કરે છે સાથે માતાને અનોખી ભેટ પણ અર્પણ કરે છે. વર્ષો જુના પૌરાણિક મહાકાળી મંદિરમાં કાળી ચૌદસના દિવસે લોકો લીંબુની હારમાળા અને રાશીફળ પ્રમાણે કોઈ એક ફળ માતાને અર્પણ કરે છે. લાખો રૂપિયાના હજારો કિલોના લીંબુ ભક્તો માતાજીના ચરણમાં ચઢાવે છે. કાળી ચૌદસના દિવસે સવારથી જ ભક્તોની લાંબી લાંબી કતારો જોવા મળી હતી. તો ભક્તો આસ્થા પ્રમાણે દર વર્ષની પરંપરા જાળવી માતાજીની પૂજા અર્ચના કરવા મંદિરે પહોચી રહ્યા છે.

Trending news