મત માટે ધમકી આપતા ભાજપી ઉમેદવાર મોહન કુંડારીયાની ઓડિયો ક્લિપ વાઈરલ, Video

રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર મોહનભાઈ કુંડારિયાનો ધમકી આપતી એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે. જેમાં મોહનભાઈ કુંડારિયા અને જિલ્લા પંચાયતના કોંગ્રેસના સભ્ય નાનુભાઇ ડોડીયા વચ્ચે ચર્ચા થતી હોવાની વાત વહેતી થઈ છે. જોકે, ZEE 24 કલાક આ ઓડિયો ક્લીપની પુષ્ટિ નથી કરતુ. ત્યારે આ ઓડિયો ક્લીપમાં મોહનભાઈ નાનુભાઈ ડોડિયા પાસે 75 ટકા મત અપાવવાની વાત કરી રહ્યા છે. સાથે જ તેઓ ધમકી આપી રહ્યા છે કે, જો 75 ટકા મત નહીં મળે તો મંડળી બંધ કરાવી દઈશ. ત્યારે આવો સાંભળિએ વાયરલ થયેલી ઓડિયો ક્લિપમાં શું વાતચીત છે.

Trending news