મહેસાણામાં તીડ કરી શકે છે હુમલો, કેન્દ્રની 18 અને રાજ્યની 5 ટીમ લાગી કામે

બનાસકાંઠા અને પાટણ બાદ હવે મહેસાણામાં તીડો આતંક મચાવી શકે છે. પાલનપુરમાં તીડોના ઝુંડોએ ધામાં નાખ્યા હતા જેના કારણે ખેડૂતોના ખેતરોમાં ઉભેલા જીરું, વરિયાળી, એરંડા, ઘઉં જેવા પાકોનો સફાયો તીડ બોલાવી રહ્યા છે. તીડોને ભગાડવા માટે ખેડૂતો થાળી, તગારા, ઢોલ અને ધુમાડો કરીને તીડોને ભગાડી રહ્યા છે પરંતુ તીડોની સંખ્યા એટલી વધારે છે કે તીડો ખેડૂતોની સામે જ તેમના મહામુલ પાકનો સફાયો કરી રહ્યા છે.

Trending news