જામનગરમાં નવી મીઠાઈ અને ફટાકડાની બજારમાં ધુમ

જામનગરમાં દિવાળીના તહેવારને લઈને હવે મીઠાઈની બજારોમાં પણ ધીમે ધીમે રોનક જોવા મળી રહી છે. ત્યારે મીઠાઈના દુકાનદારો દર વર્ષે નવી અને અલગ અલગ પ્રકારની મિઠાઇઓ લોકોને આકર્ષિત કરવા માટે બજારમાં મુકવામાં આવતી હોય છે. આ વખતે પણ ચોકલેટ અને ખાસ અન્ય પ્રકારની મીઠાઈઓ બજારમાં ખૂબ ધૂમ મચાવી રહી છે. જ્યારે લોકો દિવાળી અને બેસતા વર્ષ માટે અલગ અલગ મીઠાઇની ખરીદી કરતાં પણ જામનગરની બજારોમાં વિવિધ મિઠાઇની દુકાનોમાં નજરે પડી રહ્યા છે.

Trending news