ગુજરાત બજેટ 2020: બનાસકાંઠાના ખેડૂતોની બજેટને લઇને શું છે પ્રતિક્રિયા
આજે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને નાણાં મંત્રી નીતિન પટેલે ગુજરાત સરકારનું બજેટ 2 લાખ 17 હજાર 287 કરોડનું બજેટ રજૂ કર્યું જેમાં ખેડૂતો અને પશુપાલકો માટે વિવિધ મહત્વકાંક્ષી યોજનાઓ અને સહાયની જાહેરાત કરી જેમાં પશુપાલનના વ્યવસાયને વધુ વેગ મળે તેવી જાહેરાતો કરાઈ જેમાં મુખ્યમંત્રી પશુ ધિરાણ સહાય યોજના હેઠળ પશુપાલકોને એક ગાય કે ભેંસના વિયાણ દરમિયાન 150 કિલો પશુદાણની ખરીદી ઉપર 50 ટકાની સહાય તેમજ ગાય આધારિત ખેતી માટે ગાયના નિભાવ ખર્ચ પેટે માસિક 900 અને વાર્ષિક 10,800 રૂપિયાની જોગવાઈ તેમજ 10 ગામ વચ્ચે એક હરતું ફરતું દવાખાનું ,ગીર અને કાંકરેજી ગાયના સંવર્ધન માટે 232 કરોડની જોગવાઈ,પશુપાલકોને ડેરી ફાર્મ પશુ એકમ માટે 281 કરોડની જોગવાઈ તેમજ રજીસ્ટર્ડ પાંજરાપોળ અને ગૌશાળાઓને અપગ્રેડ બનાવવાની બજેટમાં જોગવાઈ કરાઈ છે જેને લઈને આ બજેટને બનાસકાંઠાના પશુપાલકોને આ બજેટ વિશે પૂછતાં તેમને કહ્યું હતું કે આ બજેટમાં પશુપાલકો અને ખેડૂતો માટે ખુબજ સરસ છે તેનાથી પશુપાલનનો વ્યવસાય વધુ મજબૂત બનશે પરંતુ હજુ વધારે યોજના પશુપાલકો માટે બનાવવાની જરૂર હતી તો આ બજેટ ફક્ત બજેટ ન બની રહે અને તેનો અમલ થાય તે જરૂરી છે.