સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભામાં મોબાઇમલ મામલે થશે મોટો હોબાળો

મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી પ્રજાના પૈસે 4.60 લાખ રૂપિયાની કિંમતના ચાર મોબાઈલ ફોન ખરીદવામાં આવતા વિવાદ ઉભો થયો છે. મહાનગરપાલિકાને વેરા પેટે જે રકમ મળી છે તેનો દુરઉપયોગ થયો હોવાના બનાવમાં 1.15 લાખ રૂપિયાની કિંમતના ચાર મોબાઈલ ફોન શહેરના મેયર, ડેપ્યૂટી મેયર, સ્થાયી સમિતિના ચેરમેન અને શાસક પક્ષના નેતા માટે ખરીદવામાં આવ્યા છે. આજે યોજાનારી સુરતની સામાન્ય સભામાં આ મુદ્દે વિવાદાસ્પદ બને એવી પુરેપુરી શક્યતા છે.

Trending news