લાઠીમાં અસામાજિક તત્વોએ ખંડિત કરી ગાંધીજીની પ્રતિમા

અમરેલી જિલ્લાના લાઠીના અકાળા રોડ પર અસામાજિક તત્વોએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પ્રતિમાને તોડી નાખી છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી. ગાંધી પ્રેમીઓ અને સ્થાનિક લોકો પણ સ્થળ પર દોડી ગયા હતા. ઘટનાની ગંભરીતાને લઇને એ.એસ.પી.પ્રેમસુખ ડેલુ પણ સ્થળ પર પહોંચ્યા હતા. અને લોકોએ અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

Trending news