વડોદરાની વડુ સ્વરા લેબના માલિક સામે FIR

તબીબ અને લેબ કર્મીનો ઓડિયો વાયરલ થવાનો મામલે પાદરાની વડુ સ્વરા લેબના માલિક સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ઝી 24 કલાકના અહેવાલ બાદ આરોગ્ય વિભાગે લેબને સીલ કરી હતી. લેબના માલિક જૈમિન શાહ સામે પાદરા તાલુકા હેલ્થ ઓફિસરે ફરિયાદ નોંધાવી છે. જૈમિન શાહ પોતે પેથોલોજી ડોક્ટર ન હોવા છતાં લેબ ખોલી ખોટા રિપોર્ટ બનાવતો હતો. પોલીસે આરોપી જૈમિન શાહની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

Trending news