ફટાફટ ન્યૂઝ: બિન અનામત આંદોલન મુદ્દે સરકારને આપ્યું અલ્ટીમેટમ

બિન અનામત સંકલન સમિતિના આગેવાન દિનેશ બાંભણિયાએ પ્રેસ કોન્ફ્રેન્સ કરી સરકાર પર પ્રહારો કર્યા. બાંભણિયાએ કહ્યું કે સરકાર ફકત વાયદાઓજ કરી રહી છે. સરકારનો પ્રયાસ આંદોલનને ખતમ કરવાનો છે. તેમણે મુખ્યમંત્રી રૂપાણી પર પ્રહાર કર્તા કહ્યું કે સરકાર અમારી સાથે ષડયંત્ર કરી રહી છે. સીએમ રાજનીતી કરી રહ્યા છે અમારી સાથે દગો થશે તો અમે નહીં ચલાવી લઈએ. જો સરકાર યોગ્ય જવાબ નહી આપે તો અમે રાજ્યવ્યાપી આંદોલન કરીશું.

Trending news