ધોરાજી એપીએમસી સેન્ટર ખાતે ખેડૂતો ભોગવી રહ્યા છે ભારે હાલાકી

ટેકાના ભાવે મગફળી વેચવા માટે ધોરાજી એપીએમસી સેન્ટર બહાર ખેડૂતો મગફળી ભરેલ વાહનો લઈ ને ગઈકાલ સાંજથી જ ઊભા છે. કડકડતી ઠંડીમાં પણ ખેડૂતો એપીએમસી સેન્ટરની બહાર છે અને ખેડૂતોનો આક્ષેપ છે કે મગફળી પ્રક્રિયા ગોકળગાયની ગતિએ ચાલી રહી છે. એક તરફ શિયાળુ પાકને પિયત આપવાનો સમય છે અને બીજીતરફ મગફળી વેચવા આવેલો ખેડૂતોએ એપીએમસી સેન્ટરની બહાર કલાકો સુધી લાંબી કતારમાં ઊભા રહેવું પડે છે ત્યારે ખેડૂતોને મગફળી વેચવા માટે પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

Trending news