મોરબીમાં પૂર્વમંત્રીના વિવાદાસ્પદ બોલ, તો નીતિન ગડકરી રમ્યા ક્રિકેટ

મોરબીના હળવદમાં રવિવારે માજીમંત્રીએ વિવાદિત બોલ ઉચ્ચાર્યા હતા. હળવદમાં યોજાયેલા ઇસરોના એક્ઝિબિશનમાં પુર્વમંત્રીએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું. તેમણે કાર્યક્રમમાં તેમણે ટેલિકોમ ક્રાંતિના જનક એવા સામ પિત્રોડા વિશે અભદ્ર બોલ બોલ્યા. તેમણે કહ્યું કે સામ પિત્રોડા દેશનું અહિત કરનાર સંસ્થા સાથે જોડાયેલા છે. એટલું જ નહિ, તેમણે પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામના નામને લઇને પણ ભાંગરો વાટ્યો. તેમણે અબ્દુલ કલામની જગ્યાએ અબ્દુલ કમાલ નામ ઉચ્ચારતાં ઉપસ્થિત લોકોમાં ચર્ચા શરૂ થઇ હતી. તો કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ક્રિકેટ રમવાની મજા લીધી હતી. નાગપુરમાં રમતોત્સવમાં હાજરી આપનાર નીતિન ગડકરીએ ખેલાડીઓને મળી પ્રોત્સાહન આપ્યું. છત્રપતિ નગર મેદાનમાં ગડકરીએ બેટિંગ પર હાથ અજમાવ્યું.

Trending news