EDITOR'S POINT: નર્મદા કેનાલમાં ગાબડાં માટે જવાબદાર કોણ?
આજે વાત કરીશું સિસ્ટમમાં ઘૂસી ગયેલા ભ્રષ્ટાચારના કારણે ખેડૂતોની પડતી હાલાકીની... એટલે કે ખેડૂતોને આશિર્વાદરૂપી એવી કેનાલમાં ગાબડાની... બનાસકાંઠા હોય કે સૌરાષ્ટ્રની નર્મદાની કેનાલ... વર્ષનો એક દિવસ એવો નહિં હોય જ્યારે કેનાલમાં ગાબડાં ન પડ્યાં હોય... કેનાલના પાણી ખેતરોમાં ફરી વળતાં ખેડૂતોને પારાવાર નુકસાન વેઠવાનો વારો આવે છે... રાજ્ય અને કેન્દ્રની સરકાર ખેડૂતોની ચિંતા કરી કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવે છે.. પરંતુ વિકાસના કામમાં થતાં ભ્રષ્ટાચારના કારણે પહેલા કેનાલ જર્જરિત થઈ જાય છે... અને ધીમે-ધીમે તેમાં ગાબડાં પડવાની શરૂઆત થઈ જાય છે... જેના પગલે ખેડૂતોની સ્થિતિ વિકટ બની જાય છે... ત્યારે રાજ્યમાં ક્યાં-ક્યાં કેટલી વાર કેનાલમાં ભ્રષ્ટાચારરૂપી ગાબડાં પડ્યા?.. જોઈશું આજના એડિટર્સ પોઈન્ટમાં...