દારૂબંધી, બંગાળમાં શાહનો હુંકાર અને કોરોના વાયરસ જેવા ત્રણ મહત્વના મુદ્દા પર જુઓ Zee 24 Kalak નો ખાસ કાર્યક્રમ EDITOR'S POINT
ગુજરાતમાં દારૂબંધીનો ચુસ્તપણે અમલ થાય તે માટે રાજ્ય સરકારે નિયમો તો આકરા બનાવ્યા છે... પરંતુ લોકોને તો જાણે કાયદાનો કોઈ જ ડર ન હોય તેમ ખુલ્લેઆમ દારૂની મહેફિલો જોવા મળી રહી છે... ગાંધીના ગુજરાતમાં એકપણ દિવસ એવો નહીં હોય જ્યારે દારૂ નહીં પીવાતો હોય.... રાજ્ય સરકારે મોટાઉપાડે ગુજરાતમાં દારૂબંધી હોવાની વાતો તો કરે છે.. પરંતુ તે માત્ર કાગળ ઉપર જ છે... વિકાસ એવો થયો છે કે દારૂની હોમ ડિલીવરી થાય છે... ગમે ત્યારે દારૂ સરળતાથી મળી જાય છે... કચ્છમાં લગ્ન સમારંભમાં દારૂ સાથે ડાન્સ હોય કે ડુમસમાં 52 લોકોની દારૂની મહેફિલ... ત્યારે વિધાનસભામાં રાજ્ય સરકારે સ્વીકાર કર્યો કે દારૂના બૂટલેગરો અને અડ્ડાઓ અંગે 9081 જેટલી ફરિયાદો મળી છે... જ્યારે સૌથી વધુ 4984 જેટલી ફરિયાદો અમદાવાદ જિલ્લામાં મળી છે... ત્યારે ફરિયાદો ચોક્કસપણે ગુજરાતની દારૂબંધી સામે ઉભા કરી રહ્યા છે સવાલ....