અમદાવાદના માર્ગો પરથી વાહન ચાલકોને પસાર થવું મુશ્કેલ
અમદાવાદ શહેરમાં મેટ્રો ટ્રેનના કામકાજના લીધે પહેલેથી જ લોકો પરેશાન હતા ત્યાં વરસાદને કારણે ડાઇવર્ઝન તરીકે ઉપયોગમાં લેવાતા રસ્તા પર ખાડાઓ સર્જાઈ જતા હાલાકીમાં વધારો થયો હતો. શહેરમાં મોટેભાગે મેટ્રો ટ્રેનની આસપાસના રસ્તાઓ બિસ્માર હાલતમાં થઈ ગયા છે. જો કે શહેરના ઘણા વિસ્તારોમાં રસ્તાઓના સમારકામનું ચાલુ છે.