નિત્યાનંદ કાંડ સાથે દિલ્હી પબ્લિક સ્કૂલનો કાંડ ખૂલ્યો, જુઓ સમગ્ર અહેવાલ

અમદાવાદના નિત્યાનંદ આશ્રમ કેસ (Nityanand Ashram) માં દિલ્હી પબ્લિક સ્કૂલ (DPS) ની મુશ્કેલીમાં વધારો થયો છે. અમદાવાદના હાથીજણ સ્થિત દિલ્લી પબ્લિક સ્કૂલની માન્યતા રદ થઈ શકે છે. લંપટ નિત્યાનંદ કાંડમાં સામેલ દિલ્હી પબ્લિક સ્કૂલ સામે શિક્ષણ વિભાગની તપાસ બાદ શાળાને તાળાં પણ લાગી શકે છે. શિક્ષણ વિભાગના સચિવ વિનોદ રાવે CBSEને ઈન્વેસ્ટિગેશન રિપોર્ટ સોંપ્યો છે. રિપોર્ટમાં દિલ્હી પબ્લિક સ્કૂલ સામે ફોજદારી પગલાં લેવાની ભલામણ કરવામાં આવી છે.

Trending news