કોંગ્રેસની કોર કમિટીની બેઠકમાં દાંડી યાત્રાને અપાયો આખરી ઓપ

કોંગ્રેસની કોર કમિટીની બેઠકમાં દાંડી યાત્રાને આખરી ઓપ અપાયો છે. દાંડી યાત્રાના આયોજન માટે ૧૫ સમિતિની રચના કરવામાં આવી છે. ગાંધીજી એ કરી હતી એજ પ્રમાણે એજ રૂટ પર ૨૬ દિવસ પદયાત્રાનું કોંગ્રેસનુ આયોજન છે જે ચાર ફેજમાં યોજાશે. કોગ્રેસ વર્કીંગ સમિતિના સભ્યોને આમંત્રણ આપવામાં આવશે તથા કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યમંત્રી અને કોગ્રેસ સમિતિના પ્રમુખ હાજર રહેશે. તમામ ૨૬ દિવસ કોંગ્રેસના એક સિનિયર નેતા યાત્રામાં જોડાશે. ગાંધી પરિવારના સભ્યો યાત્રાના આરંભ અને પુર્ણાહુતિમાં જોડાય તેવું કોગ્રેસનું આયોજન છે.

Trending news