કૌભાંડનો પર્દાફાશ: AMTSના કંડક્ટરે મુસાફરો પાસેથી રૂપિયા લઈ ના આપી ટિકિટ

કરોડો રૂપિયાની ખોટ કરતી AMTS બસના જ કંડક્ટર દ્વારા મુસાફરો પાસેથી રૂપિયા લઈ ટિકિટ નહીં આપવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. AMTSની ચેકર ટીમે વહેલી સવારે સાયન્સ સીટી પાસેથી પસાર થતી AMTS બસને અટકાવી ચેકીંગ કર્યું હતું. બસ કાલુપુરથી અરવિંદ પોલિકોટ ખાત્રજ જઇ રહી હતી. બસમાં મુસાફરી કરી રહેલાં 40 જેટલા મુસાફર ટિકિટ વગરના ખુદાબક્ષ હોવાનું માલુમ પડ્યું હતું. ચોંકાવનારી બાબતએ હતી કે કંડક્ટરે મુસાફરો પાસેથી ટિકિટના નાણાં વસુલ કર્યા હતા. પરંતું તેમને ટિકિટ આપી ન હતી. અધિકારી હરીશભાઇ મિશ્રાની ટીમ દ્વારા ચેકીંગ હાથ ધરાયુ હતુ. કાર્યવાહી બાદ બસને સારંગપુર ડેપોમાં લઇ જવાઇ હતી.

Trending news