સીએમ રૂપાણી આવતીકાલે કરશે કાંકરિયા કાર્નિવલનું ઊદ્ધાટન

દર વર્ષની જેમ આ વર્ષે પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાંકરીયા કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યુ છે. વર્ષ 2008 થી શરૂ થયેલા કાર્નિવલનું આ 12મું વર્ષ રહેશે. જેની શરૂઆત 25મી ડિસેમ્બરે મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે કરવામાં આવશે. 25 થી 31 ડિસેમ્બર સુધી ચાલનારા કાંકરીયા કાર્નિવલમાં તંત્ર દ્વારા અનેક કાર્યક્રમો અને વિવિધ આકર્ષણો ઉમેરવામાં આવતા હોય છે. જેનો લ્હાવો લેવા માટે શહેર ઉપરાંત અન્ય રાજ્યોમાંથી પણ લોકો આવતા હોય છે.

Trending news