છોટાઉદેપુરમાં બંધનું એલાન, મહેસાણામાં મહાસભાનો થયો પ્રારંભ

LRD ભરતી મુદ્દે સરકારના વિવાદિત પરિપત્રને રદ કરવા માટે સતત ઉગ્ર વિરોધ થઇ રહ્યો છે. ત્યારે આજે એલઆરડી પરીક્ષાને રદ કરવા એસસી,એસટી, ઓબીસી સમાજે મહાસભાનું આયોજન કર્યું છે. મહેસાણા એસસી,એસટી, ઓબીસી સમાજે સરકારના નિર્ણયના વિરોધમાં મહાસભા બોલાવી છે. તો બીજી તરફ LRD ભરતીમાં રાઠવા ઉમેદવારો સાથે થયેલ અન્યાયને લઈ અપાયું છોટા ઉદેપુરમાં બંધનું એલાન આપવામાં આવ્યું છે. છોટા ઉદેપુર જીલ્લા બંધને સફળ બનાવવા વહેલી સવારથી જ આદિવાસીઓ રોડ ઉપર ઉતરી ગયા છે.

Trending news