Video : દેશની સૌથી લાંબી ટનલ જવાહર ટનલ પાસે શનિવારે એક કારમાં જોરદાર ધડાકો થયો

જમ્મુ-કાશ્મીરમાં શ્રીનગર-જમ્મુ હાઇવે પર બનિહાલમાં દેશની સૌથી લાંબી ટનલ જવાહર ટનલ પાસે શનિવારે એક કારમાં જોરદાર ધડાકો થયો હતો. ખાસ વાત તો એ છે કે આ ધડાકા પહેલાં કારની ત્યાંથી પસાર થઈ રહેલા સીઆરપીએફના કાફલા સાથે ટક્કર થઈ હતી. આ ટક્કર પછી કારમાં મોટો ધડાકો થયો હતો. આ ધડાકા પછી ડ્રાઇવર ફરાર છે. પોલીસને શંકા છે કે કદાચ કાર મારફતે સીઆરપીએફના કાફલાને ટાર્ગેટ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોય.

Trending news