ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણીને લઈ મોટા સમાચાર, નવા રાષ્ટ્રીય અધ્યક્ષને લઈને છે માહિતી

22 જાન્યુઆરી સુધીમાં ભાજપને મળી નવા અધ્યક્ષ મળી શકે છે. દિલ્હી વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપને નવા રાષ્ટ્રીય અધ્યક્ષ મળશે. મકરસંક્રાતિ બાદ રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થશે. જેમાં જે. પી. નડ્ડાનું ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બનવું લગભગ નિશ્ચિત છે. રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી માટે 50 ટકાથી વધુ પ્રદેશ સંગઠનની સંરચના પૂર્ણ થવી જરૂરી છે. ત્યારે ગુજરાત ભાજપની સંગઠન સંરચના પણ 20 જાન્યુઆરી સુધીમાં પૂર્ણ થઇ જશે. દરેક રાજ્યમાંથી સંગઠનાત્મક રિપોર્ટ માંગવામાં આવ્યો છે.

Trending news