ભક્તિ સંગમ: મોરબીના ભોલેશ્વર મહાદેવ

સૃષ્ટિના સર્જનહાર ભગવાન ભોલેનાથના પ્રગટ્યામાં જીવ માત્રના કલ્યાણનો હેતુ હોય છે અને દરેક શિવ મંદિરની સાથે આવો જ ઈતિહાસ જોવા મળતો હોય છે અહી આપને વાત કરી રહ્યા છીએ મોરબી નજીક આવેલા શોભેશ્વર મહાદેવા મંદિરની કે જે મંદિર ૫૦૦૦ વર્ષ કરતા પણ વધુ જુનું છે જો આ મંદિરના ઇતિહાસની વાત કરીએ એવું કહેવાય છે કે, પાંડવો જયારે અજ્ઞાતવાસમાં હતા ત્યારે પંચાળ ભૂમિમાં રોકાયા હતા અને સૌરાષ્ટ્રમાં તેના પુરાવાઓ પણ ઠેરઠેર મળી રહ્યા છે હાલમાં લોકોને મંદિરને શોભેશ્વર મહાદેવના મંદિરના નામથી જાણે છે તે જગ્યાએ વર્ષો પહેલા વિશાળ જંગલ હતું અને પાંડવો ત્યાં આવ્યા હતા તે સમય ધર્મરાજા યુધ્ધિષ્ઠરને શિવ પૂજા કર્યા પછી જ અન્નજળ લેવાની ટેક હતી જેથી રાફ્ળામાંથી શિવલિગ સ્વયંભુ પ્રગટ થયું હતું એન તે જગ્યાએ પાંડુ પુત્ર અને ધર્મરાજા યુધ્ધિષ્ઠર દ્વારા શિવલીંગનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું ત્યારથી આ મદિર છે અને મંદિરની બાજુના ભાગમાં નાગાબાવાઓનો અખાડાઓ પણ હતો

Trending news