ભક્તિ સંગમ: મોરબીના ભીમનાથ મહાદેવના કરો દર્શન
મોરબી પંથકની આસપાસમાં આવેલા પાંચાળ પ્રદેશમાં પાંડવો અજ્ઞાતવાસ દરમ્યાન આવ્યા હતા અને રહ્યા હતા જેથી મોરબી જીલ્લામાં આવેલા પૌરાણીક મંદિરોની સાથે તેનો ભવ્ય ઇતિહાસ જોડાયેલો છે એવુ જ એક મંદિર એટલે કે ભીમનાથ મહાદેવનું મંદિર, આ મંદિરમાં જે શિવલિંગ છે તેની સ્થાપના ભીમના હાથે કરવામાં આવી હતી જેથી મહાદેવના આ શિવલિંગનું નામ ભીમનાથ રાખવામાં આવ્યુ છે હાલમાં ડેમના કાંઠે આવેલ આ ઐતિહાસિક મંદિર લોકો માટે હરવા ફરવા માટેનું સારુ પિકનિક સેન્ટર બની ગયેલ છે.