ભક્તિ સંગમ: અમદાવાદના નિલકંઠ મહાદેવ
મંદિર 1000 વર્ષ જૂનું છે સ્વયંભૂ શિવલીગ છે હરિદાસ મહારાજ સ્વયંભૂ શિવલીગ ની સ્થાપના કરી મંદિર બનાવ્યું. મંદિરના ગર્ભ ગુહ માં ધોતી પહેરી જ પ્રવેશ આપવામાં આવે છે. આ મંદિર માં અખંડ ધુની છે..જે હરિદાસ મહંત એ પ્રગટાવી હતી. જે આજે પણ ચાલુ છે..મંદિર ના પરિસર માં ડાબી સુંઠના ગણપતિ નું મંદિર આવેલું છે તજ અન્નપુર્ણા માતા નું મંદિર આવેલું છે જે માત્ર રવિવારે જ ખોલવામાં આવે છે. નીલકંઠ મહાદેવ ની દૂધ, પાણી, બીલીપત્ર થી પૂજા કરવામાં આવે છે..અહીં આવનારા ભક્તોની મનોકામના દાદા પુરી કરે છે અને રક ને રાજા બનાવે છે. તે સિવાય આ મંદિર ની ખાસિયત એ છે કે જે મહંત અહીં ગાદી પતિ છે તે આ મંદિર પરિસર માંથી બહાર જઇ શકે નથી તે દેવલોક થાય તો તેમની સમાધિ પણ મંદિર પરિસર માં બનાવા માં.આવે છે. મંદિર માં ગૌશાળા આવેલી છે સંસ્કૃત વિદ્યાલય આવેલું છે જ્યાં બ્રાહ્મણ દીકરાઓ ને વેદ નું જ્ઞાન આપવામાં તેમજ નિરાધાર ને રોટલો અને ઓટલો બને આપવામાં આવે છે.