નવસારીના વાંસદામાં જુગારીઓને ઝડપવા ગયેલી પોલીસ પર હુમલો

નવસારીના વાંસદામાં પોલીસ પર હુમલો થયો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. હકીકતમાં પોલીસે કેલીયા ગામમાં જુગારીને ઝડપતા ટોળું ઉશ્કેરાયું હતું. આ હુમલામાં ઈજાગ્રસ્ત પોલીસકર્મીઓને હોસ્પિટલ ખસેડાયા છે. આ સિવાય પોલીસની ખાનગી ગાડીને ફૂંકી મારવાનો પણ પ્રયાસ કરાયો છે. આ મામલામાં પોલીસે 25થી 30 લોકો સામે ફરિયાદ નોંધી છએ.

Trending news