અમદાવાદમાં ગૃહમંત્રી અમિત શાહ RAFની વાર્ષિક પરેડની સલામી ઝીલશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 30 સપ્ટેમ્બરે ગુજરાત આવી રહ્યાં છે. RAFના 27માં સ્થાપના દિવસની ઉજવણીમાં હાજર રહેશે. સમગ્ર દેશમાં સંવેદનશીલ વિસ્તારો અને રમખાણો જેવી સ્થિતિમાં રેપીડ એક્શન ફોર્સના જવાનો ફરજ બજાવે છે. ત્યારે અમદાવાદમાં કેન્દ્રીય ગૃહમંત્રી RAFની વાર્ષિક પરેડની સલામી ઝીલશે. કેન્દ્રીય ગૃહમંત્રીના અમદાવાદ પ્રવાસના કારણે 7 ઓક્ટોબરના બદલે 30 સપ્ટેમ્બરે સ્થાપના દિવસની ઉજવણી કરાશે.

Trending news