અમદાવાદ: વરસાદના કારણે અનેક વિસ્તારોના માર્ગો પર ડામર ઉખડ્યા

અમદાવાદના અનેક વિસ્તારોના માર્ગો પર ડામર ઉખડી ગયા જ્યારે અનેક જગ્યાએ ખાડા જ ખાડા જોવા મળ્યા.અમદાવાદના એસ.જી.હાઈવેની સ્થિતિ ઘણી દયનિય જોવા મળી.કર્ણાવતી ક્લબ પાસે રસ્તા પર પડેલા ખાડાને કારણે ઘણી ઓછી સ્પિડ પર વાહન ચલાવવા પડે છે.બીજી તરફ વાહનચાલક ખાડામાં પડતે અને વાહન પરનો કાબૂ ગુમાવે છે તો મોટા અકસ્માતનો ભય પણ રહેલો છે. એસ.જી.હાઈવે નેશનલ હાઈવે ઓથોરીટી ઓફ ઇન્ડિયાના હસ્તક આવે છે પરંતુ તેના કામ પર પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.

Trending news