રસ્તે રઝળતું ભવિષ્ય : વકર્યો રસ્તા પર રઝળતી ઉત્તરવહીનો વિવાદ

બોર્ડના અધિકારીઓના છબરડાનો સિલસિલો અટકવાનું નામ જ નથી લેતો. બોર્ડની મહાબેદરકારી સામે આવી છે. વીરપુરની જેમ ગોંડલ પાસે ધોરણ 10 અને 12ની ઉત્તરવહી રેઢી મળી આવી છે. ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન પાસે આવેલ શીતલા માતાજીના મંદિર પાસેથી મોટી માત્રામાં ઉત્તરવહી મળી આવી છે. ગોંડલમાંથી પણ ત્રણ થેલા ભરીને ઉત્તરવહી મળી આવી છે. હાઇબોન્ડ સિમેન્ટના ડ્રાઇવરનું ધ્યાન રસ્તે રઝળતી આ ઉત્તરવહી પર ગયું હતું, અને વિદ્યાર્થીઓનુ ભાવિ ના બગડે તેથી તાત્કાલિક જાણ કરી હતી. આમ, બે બે સ્થળેથી ઉત્તરવહી મળે તો તેને ભૂલ કહેવાય કે બેદરકારી.

Trending news