મેઘો મૂશળધાર: રાજ્યમાં 3 દિવસ સામાન્ય વરસાદની આગાહી

હાલ સર્વત્ર વરસાદી માહોલ છે, ત્યારે સૌને ચિંતા ગુજરાતના સૌથી મોટા નવરાત્રિ ફેસ્ટિવલ (festival) ની છે. નવરાત્રિ(Navratri 2019) માં વરસાદને લઇ હવામાન (weather) વિભાગે આગાહી કરી છે. હવામાન ખાતાના જણાવ્યા અનુસાર, હાલ અરબી સમુદ્રમાં હિકા (hikka cyclone) નામનું વાવાઝોડું સક્રિય થયું છે. આ વાવાઝોડું ઓમાન (Oman) તરફ જઈ રહ્યું છે. જેને કારણે રાજ્યમાં આગામી 3 દિવસ સામાન્ય વરસાદ (Heavy Rain) રહશે. હવામાન ખાતાના જણાવ્યા અનુસાર, આગામી 26 તારીખે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. તો 27 તારીખે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. ગુજરાતમાં નવરાત્રિના દિવસોમાં વરસાદ પડશે. નવરાત્રિ દરમિયાન રાજ્યમાં સાર્વત્રિક છૂટો છવાયો વરસાદ રહેશે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં સીઝનનો 126 ટકા વરસાદ પડી ચૂક્યો છે. પરંતુ હજી પણ રાજ્યમાં વરસાદ પડશે.

Trending news