બનાસકાંઠાની 15 પોલીસ ચેકપોસ્ટ બંધ, ગેરકાયદેસર પ્રવૃતિઓ વધવાની શંકા
રાજ્યની આંતરરાજ્ય અને આંતર જિલ્લા પોલીસ ચેકપોસ્ટ બંધ (check post) કરવા રાજ્યના પોલીસ વડા (Gujarat police) તરફથી આદેશ છૂટ્યા છે. ચેકપોસ્ટના કર્મચારીઓને શહેર-જિલ્લાની કાયદો વ્યવસ્થા જાળવવા આદેશ અપાયા છે. તત્કાલિક અસરે કાયમી ધોરણે પોલીસ ચેકપોસ્ટ બંધ કરવાના આદેશ અપાયા છે. તમામ શહેરોના કમિશનર તેમજ જિલ્લા પોલીસ વડાને આ સૂચના આપી દેવાઈ છે. તાત્કાલિક અસરથી ચેકપોસ્ટ બંધ કરવાના આદેશ છે. ત્યારે બીજી તરફ શંકા સેવાઈ રહી છે કે, પોલીસ વડાના આ નિર્ણયથી ગુનાહિત પ્રવૃત્તિઓ કરતા લોકોને મોકળુ મેદાન મળશે. તેમજ દારુબંધીવાળા (Liquor ban) ગુજરાતમાં કોઈ ચેકિંગ ન હોવાથી બૂટલેગરો આરામથી દારૂ રાજ્યમાં ઘૂસાડી શકશે.