30 સેકન્ડમાં પત્તાના મહેલની જેમ તોડાયા 118 મીટર ઊંચા 2 કુલિંગ ટાવર, જુઓ વીડિયો
ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં એક અનોખો માહોલ સર્જાયો હતો. ગુજરાતમાં પહેલીવાર ટેકનોલોજીની મદદથી 118 મીટર ઊંચા બે ટાવર તોડવામાં આવ્યા હતા. આ દ્રષ્યને નજરે જોનારાઓ માટે આ દ્રશ્ય બહુ જ ખાસ બની રહ્યું હતું. કારણ કે, દેશનો સૌથી ઊંચા કુલિંગ ટાવર ટેકનોલોજીની મદદથી તાશના પત્તાની જેમ તોડી પડાયા હતા. બંને કુલિંગ ટાવર 47 વર્ષ જૂના હતા. સમય મર્યાદા પૂર્ણ થતા તેને ઈમર્જન એક્સ્પોઝીવ લગાવીને ટાવર તોડવામાં આવ્યા હતા. 3.03 મિનીટ પર પહેલો અને 3.11 મિનીટ પર બીજો કુલિંગ ટાવર તોડી પાડવામાં આવ્યો હતો.