100 ગામ 100 ખબર: ગુજરાત પરથી ટળ્યું ‘મહા વાવાઝોડા’નું સંકટ
ગુજરાત પરથી મહા વાવઝોડાની આફત તો ટળી ગઈ છે. પરંતું રાજય પર હજું ભારે વરસાદનું સંકટ તોળાઈ રહ્યું છે. વાવાઝોડા મહાની અસર વર્તાવાની શરૂઆત થઈ ગઈ છે. દરિયા કાંઠે પવનની ગતિમાં વધારો થયો છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત ગુજરાતના અનેક પ્રાંતોમાં મોડી રાતે હળવો વરસાદ પણ વરસ્યો છે. હાલ વાવાઝોડું દીવ (Diu) થી 220 કિલોમીટરના અંતરે છે. આજે બપોર સુધીમાં ડીપ ડિપ્રેશન સ્વરૂપે પસાર થવાની સંભાવના છે. ત્યારે જુઓ મહાની અસર વચ્ચે ક્યાં ક્યાં વરસાદ વરસ્યો છે.