તમારા Whatsapp સ્ટેટ્સમાં ટૂંક સમયમાં જ જોવા મળશે આ ફીચર્સ, જાણો શું છે
ફેસબુકની જેમ પોતના કરોડો યૂઝર્સને સ્ટીકર્સનું ફીચર આપ્યા બાદ હવે વ્હોટ્સએપ ટૂંક સમયમાં વધુ ફેરફારો કરવા જઇ રહ્યું છે. હવે તેમને વ્હોટ્સએપના સ્ટેટ્સ ફીચર પર ટૂંક સમયમાં જાહેરાત જોવા મળી શકે છે.
Trending Photos
નવી દિલ્હી: ઇંસ્ટેંટ મેસેજિંગ એપ વ્હોટ્સએપ (Whatsapp) નવા પ્રયોગ કરી રહ્યું છે. હાલમાં જ ફેસબુકની જેમ પોતના કરોડો યૂઝર્સને સ્ટીકર્સનું ફીચર આપ્યા બાદ હવે વ્હોટ્સએપ ટૂંક સમયમાં વધુ ફેરફારો કરવા જઇ રહ્યું છે. હવે તેમને વ્હોટ્સએપના સ્ટેટ્સ ફીચર પર ટૂંક સમયમાં જાહેરાત જોવા મળી શકે છે. કંપનીની યોજના તેના દ્વારા પોતાના મંચનું મોનેટાઇઝેશન કરે છે. તેમને જણાવી દઇએ કે દુનિયાભરમાં લગભગ ડોઢ અરબ યૂઝર્સવાળી આ એપ પર હાલમાં કોઇપણ પ્રકારની જાહેરાત જોવા મળતી નથી.
લોકો સુધી પહોંચવાની એક સારી તક
વ્હોટ્સએપના વાઇસ પ્રેસિડેન્ટ ક્રિસ ડેનિયલ્સે કહ્યું કે, જ્યાં સુધી વ્હોટ્સએપના મુદ્રીકરણની વાત છે, અમે પહેલા જ જાહેરાત કરી હતી કે અમે ‘સ્ટેટ્સ’ ફીચરમાં જાહેરાત દેખાડવા જઇ રહ્યા છે. તો આ એપનું મુદ્રીકરણની શરૂઆતી યોજના છે. સાથે જ આ વ્યાપાર માટે વ્હોટ્સએપ પર હાજર લોકો સુધી પહોંચવાની એક સારી તક છે. જોકે ડેનિયલ્સે આ વિષય પર હજુ કોઇ પ્રકારની સમય મર્યાદાની જાણકારી આપી નથી.
રીપોર્ટના અનુસાર ટૂંક સમયમાં જ કંપની તેમના સ્ટેટ્સ ફીચરમાં જાહેરાત દાતાઓની જાહેરાત આપવાની પરવાનગી આપી શકે છે. અત્યારે વ્હોટ્સએપના સ્ટેટ્સ ફીચરમાં યૂઝર્સના સંદેશ, ફોટો, નાના વીડિયો મુકવાની સુવિધા મળે છે, જે 24 કલાકમાં સ્વયં જતુ રહે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે