જાણો કઇ કંપની ઓછા ભાવમાં આવે છે વધુ ડેટા, કયો પ્લાન છે બેસ્ટ

દેશમાં લોકડાઉન લાગૂ થયા બાદથી લોકો વચ્ચે ઇન્ટરન્ટ (Internet) નો ઉપયોગ ખૂબ વધી ગયો છે. યૂટ્યૂબ (YouTube), ફેસબુક (Facebook), ઇંસ્ટાગ્રામ (Instagram) અને વોટ્સએપ (WhatsApp)નો ઉપયોગ પહેલાં કરતાં વધુ થવા લાગ્યો છે.

જાણો કઇ કંપની ઓછા ભાવમાં આવે છે વધુ ડેટા, કયો પ્લાન છે બેસ્ટ

નવી દિલ્હી: દેશમાં લોકડાઉન લાગૂ થયા બાદથી લોકો વચ્ચે ઇન્ટરન્ટ (Internet) નો ઉપયોગ ખૂબ વધી ગયો છે. યૂટ્યૂબ (YouTube), ફેસબુક (Facebook), ઇંસ્ટાગ્રામ (Instagram) અને વોટ્સએપ (WhatsApp)નો ઉપયોગ પહેલાં કરતાં વધુ થવા લાગ્યો છે. આ ઉપરાં સ્કૂલ અને ઓફિસ બંધ છે. ઘરેથી ઓનલાઇન ક્લાસીસ અને વીડિયો મીટિંગ્સના કારણે પણ ઇન્ટરનેટ ડેટા વધુ ખર્ચ થવા લાગ્યો છે. હવે ગ્રાહકો વચ્ચે એ સવાલ છે કે કઇ મોબાઇલ કંપની ઓછા ભાવમાં વધુ ડેટા આપી રહી છે. આજે અમે દેશની ત્રણ મોબાઇલ ઓપરેટર્સ Airtel, Vodafone- Idea અને Jio ના ડેટા પ્લાનની જાણકારી આપી રહ્યા છે. બની શકે છે કે તેમાંથી તમને કોઇ એક કંપનીનો પ્લાન પસંદ આવે. 

અત્યારે એરટેલ (Airtel) પોતાના ગ્રાહકોને આકર્ષવા માટે ઘણા દમદાર રિચાર્જ પ્લાન (Recharge Plan) ઓફર કરી રહી છે. તેમાંથી એક છે 558 રૂપિયાવાળું રિચાર્જ પેક (Recharge Pack). આ પ્લાનામં ગ્રાહકોને દરરોજ 3 જીબી ડેટા સાથે 100 એસએમએસ મળે છે. આ પેકમાં દેશના કોઇપણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ (Unlimited Calling)ની સુવિધા પણ મળે છે. લોકોને આકર્ષિત કરવા માટે એરટેલ એક્સટ્રીમ અને વિંક મ્યૂઝિક એપ સબ્સક્રિપ્શન મફતમાં આવી રહ્યું છે. આ પેકની વેલિડિટી 56 દિવસની છે. આ ઉપરાંત તમને ડિઝની પ્લસ હોટસ્ટાર (Disney Plus Hotstar) નું એક વર્ષ માટે પ્રીમિયમ સબ્સક્રિપ્શન મળશે. 

Jio નું 401 રૂપિયાનું રિચાર્જ પેક
મોબાઇલ યૂઝર્સ માટે જિયો (Jio) પણ આકર્ષવા માટે પ્લાન્સ ઓફર કરી રહ્યું છે. 401 રૂપિયાના રિચાર્જ પેકમાં ગ્રાહકોને દરરોજ 3 જીબી ડેટા મળે છે. સાથે જ 6 જીબી ડેટા અલગથી આપવામાં આવી રહ્યો છે. અન્ય કંપનીઓની માફક જિયો પણ ગ્રાહકોને અનલિમિટેડ કોલિંગ અને 100 મફત એસએમએસ ઓફર કરે છે. આ ઉપરાંત આ રિચાર્જ પ્લાનમાં અન્ય બેનિફિટ્સ પણ છે. જોકે આ પેકમાં કંપની તમને 399 રૂપિયાનું ડિઝની પ્લસ હોટસ્ટારનું પ્રીમિયમ સબ્સક્રિપ્શન આપશે. 

Vodafone- Ideaનો 558 રૂપિયાનું રિચાર્જ પેક
3જીબી ડેટાની દોડમાં Vodafone- Idea પણ પાછળ નથી. કંપનીએ બજારને જોતાં પોતાના 558 રૂપિયાનું પેક બજારમાં ઉતાર્યું છે. આ પેકમાં દરરોજ 3જીબી ઇન્ટરનેટ ડેટા તો મળે છે, સાથે જંપની મફત અનલિમિટેડ કોલિંગ પણ ઓફર કરી રહી છે. આ ઉપરાંત તમને વોડાફોન પ્લે અને ZEE5 એપ સબ્સક્રિપ્શન મફત આપશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news