ટૂંક સમયમાં લોન્ચ થશે Redmi Note 8, હોઇ શકે છે 64MP નો કેમેરો, જાણો અન્ય ફીચર્સ
Redmi Note 7 ભારતમાં ખૂબ સફળ રહ્યો. લોન્ચિંગ બાદ ઓગસ્ટ મહિનામાં અત્યાર સુધી 50 લાખ સ્માર્ટફોન વેચાઇ ચૂક્યા છે. નોટ 8 સીરીઝ સ્માર્ટફોનના કેટલાક લીક્સ મીડિયામાં સામે આવ્યા છે. તેમાં કંપનીએ જ એક સ્ટોફને જાહેર કર્યો છે.
Trending Photos
નવી દિલ્હી: ચાઇનીઝ સ્માર્ટફોન મેકર રેડમી (Redmi), નોટ 7ની સફળતા બાદ ટૂંક સમયમાં Redmi Note 8 સીરીઝ સ્માર્ટફોન લોન્ચ કરવા જઇ રહી છે. Redmi Note 7 ભારતમાં ખૂબ સફળ રહ્યો. લોન્ચિંગ બાદ ઓગસ્ટ મહિનામાં અત્યાર સુધી 50 લાખ સ્માર્ટફોન વેચાઇ ચૂક્યા છે. નોટ 8 સીરીઝ સ્માર્ટફોનના કેટલાક લીક્સ મીડિયામાં સામે આવ્યા છે. તેમાં કંપનીએ જ એક સ્ટોફને જાહેર કર્યો છે.
ઓનલાઇન લીક્સના અનુસાર Redmi Note 8 માં 64 મેગાપિક્સલનો પ્રાઇમરી સેંસર હોઇ શકે છે. સાથે જ આ સ્માર્ટફોનમાં 4 રિયર કેમેરા સેટઅપ હશે. પ્રાઇમરી સેંસરને લઇને કહેવામાં આવી રહ્યું છે કે Samsung ISOCELL Bright GW1 કેમેરા હશે. ગત થોડા દિવસોમાં શાઓમી કંફર્મ કર્યું હતું કે એક અપકમિંગ સ્માર્ટફોનમાં આ પ્રાઇમરી સેંસર હશે. માનવામાં આવી રહ્યું છે કે તે અપકમિંગ ફોન રેડમી નોટ 8 જ હશે.
લીકમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે બેટરી કેપેસિટી સારી રહેશે. Redmi Note 7 અને પ્રો, બંને વર્જનમાં 4000mAh ની બેટરી હશે. એટલા માટે આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે તેનાથી વધુ પાવર હશે. સ્ક્રીન બોડી રેશિયો લીકથી ખબર પડે છે કે આ સ્માર્ટફોનમાં સેલ્ફી કેમેરા માટે નાની નોચ કોઇ શકે છે, અથવા પછી ફૂલ સ્ક્રીન ડિસ્પ્લે પણ સંભવ છે. આ ઉપરાંત ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિંટ સેંસર ફીચર પણ હોઇ શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે